GPSC Class 1-2 · GS-4Official PYQ · GPSC 2024-25 · Q6Ethics · Case Studies · 25 marks · 200 words

English

Ms. F is a young post graduate with progressive ideology and strong commitment for social and gender equality. She possesses excellent background as an athlete and debater. She joins as a District head of the department of Education in a remote area of the State after recruitment and training. She conducts extensive tours of her District and keeps recording her observations for a month. She collates and analyses the data and presents them in the meeting of her colleagues. Her observations on Gender inequality are as under; a. The gender gap in the registration of eligible students is nullified but the gender gap in the dropout rate at the higher education was still a concerning issue. b. Science and Technology was believed to be a ‘Male’ subject and girls were prompted to take Arts or at the most, Commerce. c. Participation of girls in outdoor sports and NCC etc. was generally discouraged while safai abhiyan and decoration were considered suitable to them. d. The class monitors were generally selected from the boys. e. There is a tendency among colleagues of tagging someone as “too forward” or “too bold” and backbiting in case a woman aspires to lead. She allows an open discussion on these issues among her colleagues. This was followed by a debate at a larger audience. The District and Block teams agree to challenge these issues and gender inequality in general. Several initiatives were taken and the annual gender report of the district was appreciated by the State authorities as a ‘Path Breaker’. What do you think about the causes of the issues delineated above? Who do you think were the stakeholders and what could be the probable interventions for the same? Could you list three-four traits of Ms. F that earned success for her?

ગુજરાતી

પ્રાગતિક આદર્શો અને સામાજિક-લૈંગિક સમાનતાના ચુસ્ત આગ્રહી એવા કુ. ‘ફ’ યુવા અનુસ્નાતક છે. તેઓ રમતવીર અને સંવાદ કુશળ હોવાની ઉત્તમ પૃષ્ઠભૂમિ ધરાવે છે. પસંદગી અને તાલીમ બાદ તેઓ રાજ્યના એક અંતરિયાળ જિલ્લાના શિક્ષણ વિભાગની કચેરીના વડા તરીકે જોડાયા છે. તેઓ એક મહિના માટે પોતાના જિલ્લાનો સઘન પ્રવાસ કરે છે અને પોતાના નિરીક્ષણો નોંધતા રહે છે. પોતે મેળવેલ માહિતીને સુયોગ્ય રીતે ગોઠવીને તેનું વિશ્લેષણ કરે છે અને સાથીઓ જોડેની બેઠકમાં ચર્ચા કરે છે. લૈંગિક અસમાનતા અંગેના તેઓનાં નિરીક્ષણ નીચે પ્રમાણે છે; (a) શાળામાં પ્રવેશ નોંધણી અંગેની લૈંગિક અસમાનતા મહદંશે ઘટાડી દેવામાં આવી છે પરંતુ ઉચ્ચતર અભ્યાસમાં ડ્રોપ આઉટ રેટની બાબતમાં લૈંગિક અસમાનતા હજુયે ચિંતાનો વિષય છે. (b) વિજ્ઞાન અને ટેકનોલોજીને હજુયે પુરુષોનો વિષય ગણવામાં આવે છે અને કન્યાઓને વિનયન અથવા બહુ બહુ તો વાણિજ્ય ભણવા માટે કહેવામાં આવે છે. (c) મેદાની રમતો અને એન.સી.સી. જેવી પ્રવૃત્તિઓમાં કન્યાઓની હિસ્સેદારી તરફ ઉપેક્ષા કરવામાં આવે છે અને સફાઇ અભિયાન કે સુશોભન તેમને અનુકૂળ હોવાની માન્યતા પ્રવર્તે છે. (d) વર્ગના મોનિટર તરીકે મોટેભાગે કુમારોને પસંદ કરવામાં આવે છે. (e) કોઇ કર્મચારી બહેન આગળ નીકળવાનો પ્રયાસ કરે છે તો સાથીઓ દ્વારા તેમની ‘અતિ આધુનિક’ કે ‘વધુ પડતા બોલ્ડ’ જેવાં ઉપનામો સાથે પીઠ પાછળ નિંદા કરવાની માનસિકતા જોવા મળે છે. તેઓ આ વિષયે પોતાના સાથીઓને મુક્ત મને ચર્ચા કરવાની છૂટ આપે છે. ત્યારબાદ આ અંગે વધુ બહોળા વર્ગ સાથે સંવાદ કરવામાં આવે છે. જિલ્લા અને તાલુકાની ટીમ આ સમસ્યાઓ અને લૈંગિક અસમાનતાને પડકાર તરીકે ઝીલી લેવા કટિબદ્ધ થાય છે. ઘણી નવી પહેલ કરવામાં આવે છે અને જીલ્લાના વાર્ષિક લૈંગિક સમાનતા અહેવાલને રાજ્યના સત્તાવાળાઓ ‘નવી રાહ ચિંધનાર’ કહીને વધાવી લે છે. ઉપર નોંધેલી સમસ્યાઓના મૂળમાં રહેલા ક્યા કારણો હોવાનું તમે માનો છો? અહીં હિતધારકો કોણ કોણ છે અને સમસ્યાઓના નિરાકરણ માટે ક્યાં કયાં સંભવિત પગલાંઓ લેવામાં આવ્યાં હશે? કુ. ‘ફ’ની સફળતા માટે તેના વ્યક્તિત્વની ત્રણ-ચાર વિશેષતા કહી શકો?

Text taken verbatim from the commission's published question paper. Advt 240/2024-25, Paper VII (GS-4) Source

Syllabus

Ethics · Case Studies

Case studies on the above issues.

GPSC Class 1-2 syllabus →Full GPSC 2024-25 GS-4 paper →More on #Women →More on #Youth →More on #Education →

Similar previous year questions

Added by @upsc2ias

Ms. F is a young post graduate with progressive ideology an… – GPSC 2024-25 GS-4 PYQ | UPSC2IAS